Tuesday - Apr 21, 2026

વાંકાનેરનો બાયપાસ રાતિદેવળી પરનો પુલ ખુલ્લો મુક્તા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી.

વાંકાનેરનો બાયપાસ રાતિદેવળી પરનો પુલ ખુલ્લો મુક્તા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી.

ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ!

​વાંકાનેર.: વાંકાનેર શહેરના નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાનો આજે કાયમી ઉકેલ આવી ગયો છે. વાંકાનેર બાયપાસ પર રાતીદેવળી રોડ પર આવેલ નવનિર્મિત પુલ આજથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

​આ પુલનું લોકાર્પણ વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ બાયપાસ પુલ ખુલ્લો મુકાતા હવે વાંકાનેર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવર માટે ખૂબ જ સરળતા અને સુગમતા રહેશે, જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર થતા ટ્રાફિક નું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.

વાંકાનેરનો બાયપાસ રાતિદેવળી પરનો પુલ ખુલ્લો મુક્તા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી.

આ શુભ પ્રસંગે વાંકાનેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા,પ્રેમજીભાઈ જેપાર, અને દેવજીભાઈ કુણપરા ખાસ હાજર રહ્યા હતા.

​આ ઉપરાંત, કાઉન્સિલર અંકિતભાઈ નંદાસણીયા, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેસભાઈ નાગ્રેચા, ધર્મેન્દ્રસિંહ જાડેજા; મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્ચિનભાઈ મેઘાણી, રાજભાઈ સોમાણી, જેન્તીભાઈ મદ્રેસણીયા, ભરતભાઈ પટેલ, નવીનભાઈ વોરા, સહિત મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.