Saturday - May 02, 2026

ગામ આરોગ્ય કેન્દ્ર ખરું પણ એક કિમિ દૂર હોવાથી ઇમરજન્સી કેસમાં મોટી તકલીફ

ગામ આરોગ્ય કેન્દ્ર ખરું પણ એક કિમિ દૂર હોવાથી ઇમરજન્સી કેસમાં મોટી તકલીફ

 ટંકારામાં 35 વર્ષ પહેલાં નવું બનેલું અને 1300ની વસ્તી ધરાવતા ઉમિયાનગર ગામમાં હજુ પણ શિક્ષણની સુવિધાઓ પૂરતી નથી. દરેક ગામડામાં પ્રાયમરી શિક્ષણ તો પૂરું જ હોય છે અને ગામડાઓમાં ધો. 1થી8 સુધીની સરકારી પ્રાથમિક શાળા હોય જ છે. પણ આ નવું બનેલું ગામ ખાધેપીધે સુખી હોય પણ એકમાત્ર શિક્ષણની મોટી ખામી હોય એની ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામમાં 1થી5 ધોરણની જ શાળા હોય 5 પછી બાળકોને છેક ટંકારા શહેરમાં અપડાઉન કરવું પડતું હોય અથવા આ બાળકોની ફેમેલીના રાજકોટ, ટંકારા કે મોરબી સ્થાયી થવું પડતું હોય છે. કારણ કે ધો. 5 પછીનો બાળક એકલો બીજા શહેર કે અન્ય જગ્યાએ અપડાઉન કરવા માટે માનસિક રીતે સક્ષમ હોતો નથી. આથી  પરિવારોને સંતાનોના શિક્ષણ, ભવિષ્ય માટે હિજરત કરવી પડતી હોય આવીને આવી સ્થિતિ રહી તો ગામ ખાલી થઈ જશે.

ટંકારાના ઉમિયાનગર ગામના સરપંચ ભાવેશકુમાર છત્રોલાએ ગામમાં માત્ર શિક્ષણની ખપ પૂરતી સુવિધા અને અન્ય મૂળભૂત તમામ સુવિધાઓ હોવાનો દાવો કર્યો છે. જેમાં આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ખેતીમાં સિંચાઇની યોગ્ય સુવિધા હોવાથી ગ્રામજનો સારો પાક લઈ શકે છે.તેમજ પીવાના પાણીનું પણ મોટું સુખ છે. પીવાનું પાણી નિયમિત ગ્રામજનોને મળે છે. કચરા માટે યોગ્ય વ્યવસ્થા, ગામની અંદરના રોડ રસ્તા એકદમ ટકાટક પણ આ ગામને જોડતા અન્ય ત્રણ ગામોના રોડ  (નેસડા, ખીજડીયા, ખોડાપીરનીધાર) વર્ષોથી કાચા અને સાંકડા હોય હજુ પણ એને પાકા અને પોહળા બનાવવાની માંગણી અંધરતાલ રહી છે. જ્યારે આરોગ્ય કેન્દ્ર છે. પણ ગામથી એક કિમિ દૂર આવેલા બીજા ગામમાં છે. એટલે સામાન્ય રોગોમાં તો લોકો ચાલીને કે વાહનોમાં સારવાર લેવા જઇ શકે છે. પણ ઇમરજન્સી કેસમાં દર્દીઓ મુશ્કેલીઓ મુકાય જાય છે.