મોરબી જિલ્લામાં કાળઝાળ ગરમી અને ત્રણ સીટોના ઉમેદવારોના ભાવિ અને ક્ષત્રિયોનો આગાઉ આક્રોશને લઈને ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે છેલ્લે સુધી મતદારોએ મન કળવા ન વૃદ્ધ, મહિલાઓ, બીમારીઓ ધરાવતા અને ખાસ આઈ સી યૂમા દાખલ હોય એવા મતદારો ભારે ઉત્સાહ દાખવતા અકળ રહસ્ય જાદુઈ મતપેટીમા સીલ થઈ ગયું છે. જો કે લોકસભાની ત્રણ સીટ સાથે સીધા જોડાયેલા મોરબી જિલ્લામાં સરેરાશ 62 ટકા મતદાન થયું હતું. કુલ જિલ્લાના 830701માંથી 521630 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 289565 પુરુષો,B 232060 મહિલાઓએ મતદાન કર્યું હતું અન જિલ્લાના અન્ય 10માંથી 5એ મતદાનની ફરજ બજાવી હતી. મોરબી વિધાનસભા બેઠકમાં 95043 પુરુષ, 74368 સ્ત્રી મતદારો, 3 અન્ય મળી કુલ 58.26 ટકા, ટંકારા વિધાનસભા બેઠકમાં 91882 પુરુષ, 74368 સ્ત્રી મળી કુલ 65 ટકા, વાંકાનેર બેઠકમાં 102640 પુરુષ અને 83334 સ્ત્રી મતદારોએ મતદાન કરતા આ બેઠક ઉપર ઓવર ઓલ 64 ટકા જેવું મતદાન નોંધાયું છે.