Saturday - May 18, 2024

પાઘડી કલાને જીવંત રાખનાર વિક્રમસિંહ જાડેજા અને લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાનું થશે વિશેષ સન્માન

પાઘડી કલાને જીવંત રાખનાર વિક્રમસિંહ જાડેજા અને લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાનું થશે વિશેષ સન્માન

મોરબીના લોકસાહિત્ય અને પાઘડી કલાને જીવંત રાખનાર બે મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ માટે બન્ને મહાનુભાવોને વારસો આઈડેન્ટેટી એવોર્ડ પણ આપવામાં આવશે.

ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિનું યોગ્ય સન્માન કરવાનું છે. રાજ્યભરમાંથી ૫૦૦થી વધુ અરજીઓ દ્વારા નોમીનેશન મળેલ છે. જેમાં મોરબી જિલ્લામાં પાઘડી કલાને જીવંત રાખનાર વિક્રમસિંહ જાડેજા અને લોક સાહિત્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર પ્રજાપતિ સમાજના યુવા લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

પાઘડી કલાને જીવંત રાખનાર વિક્રમસિંહ જાડેજા અને લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાનું થશે વિશેષ સન્માન
પાઘડી કલાને જીવંત રાખનાર વિક્રમસિંહ જાડેજા અને લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાનું થશે વિશેષ સન્માન