Wednesday - Apr 22, 2026

જેસી કરની વૈસી ભરની " :મોરબીમાં પતિ સાથે વિશ્વાસઘાત કરવો ભારે પડ્યો, પત્નીને પણ પ્રેમીએ દગો દીધો

જેસી કરની વૈસી ભરની

પ્રેમી સાથે ભાગેલી પરણિત ત્રણ મહિના બાદ ઇન્દોરથી મળી આવી, પણ પરણિતાએ જેવું પતિ માટે કામ કર્યું તેવું કામ તેને પ્રેમીએ કરતા પરિણીતાને પતિના સાચા પ્રેમની અનુભૂતિ થઈ

મોરબી : જેસી કરની વેસી ભરની અને કરો તેવું પામો આવી અનેક કહેવતોને સાર્થક કરતો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. જેમાં ખરેખર સમાજના મુખ્ય માળખા રૂપ પતિ પત્ની વચ્ચેના  સંબધો ત્રાહિતના આગમનથી મધુરને બદલે કડવાશભર્યા બની રહ્યા હોય એમ થોડાક મહિના પહેલા પત્ની તેના પતિ સાથે વિશ્વાસઘાત કરી પ્રેમી સાથે ભાગી ગઈ પણ તેણી જેવું કામ પતિ સામે કર્યું તેવું જ કામ તેના પ્રેમીએ કરતા એટલે એ પરણિતાને દગો આપીને નાસી છૂટતા બેકસુર પતિ અને તેના પ્રેમની યાદ આવી હતી.


મોરબીમાં રહેતી એક સામાન્ય પરિવારની પરણિતાએ સમજણ વગર માત્ર ક્ષણિક પ્રેમના આવેશમાં લીધેલા પગલાં બાદ તેનું જીવન કેટલી હદે દુષ્કર થયું તેની સવિસ્તાર સાથે અહેવાલ અને હલકી કક્ષાની મનોવૃત્તિથી ઉપર ઉઠી હવે જે બે જુદી થયેલી વ્યક્તિ પરસપર સ્નેહના તાંતણે બંધાયને ફરી મધુર દાંપત્યજીવનમ જીવન જીવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાની વચ્ચે આ ઘટનામાં સૌથી પહેલા મોરબીમાં રહેતી પરણિત યુવતીને લગ્નના થોડા મહિનામાં પતિ સાથે ગોલ્ડન પિરિયડ ખતમ થઈ ગયો હોવાથી પોતાની પ્રેમની અધુરપ પુરી કરવા જ્યાં ત્યાં જાવા નાખતા એક પરપુરુષના પરિચયમાં આવી હતી. દરમિયાન ત્રણેક મહિના પહેલા આ પરિણીતા ઘેરથી બ્યુટી પાર્લરમા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બનતા પોલીસમાં ગુમસુધા નોંધ કરવામાં આવી હતી . આ  મુદ્દેની ગંભીર તપાસ ચાલી હોય એ દરમિયાન મોરબીથી લાપતા થનાર યુવતી ઇન્દોર ખાતેથી મળી આવી હતી. આથી આ બાબતની તપાસમાં ખરેખર યુવતી જ કોઈ યુવાનના પ્રેમમાં પાગલ થઈને ભાગી ગઈ હતી. પણ એ લંપટ યુવાને પોતાની મદહોશી અને ઐયાશી કરી આ યુવતીની સાથે મોજ મજા અને મસ્તી લૂંટી જીવ ભરાઈ જતા તેણીને તરછોડી દીધી હતી. આથી આ યુવતી જમીની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે આપણે જે કાર્ય આપણી મોજ મજા માટે કરતા હોય એ બીજા મોતની સજા જેવા બની જાય છે. બાદમાં પરિણીતાના પિતા તેમને પુત્રીને પરત મોરબી લાવી પોલીસને જાણ કરી હતી.