Thursday - Jul 02, 2026

મોરબીના નાની કેનાલ રોડ પર લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી માટે કાલે વિજકાપ

મોરબીના નાની કેનાલ રોડ પર લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી માટે કાલે વિજકાપ

મોરબી : આવતીકાલે તારીખ ૨૨.૦૨.૨૦૨૬ ના રવિવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી અવધ ફીડર સવારે.૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી નાની કેનાલ રોડ નવો બનતો હોઈ તેમા નડતરરૂપ પોલ તથા ટીસી ફેરવવાની અતિ મહત્વની કામગીરી કરવાની હોઈ હયાત લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવા માટે બંધ રહેશે.

જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક, સનરાઈઝ વિલાના તમામ ટાવર તથા તેની આસપાસના અને સામેના વાણિજ્ય તથા રહેણાંક વિસ્તાર વગેરે એરીયામા પાવર સપ્લાય બંધ રહેશે..
જેની આ અવધ ફિડરમા આવતા સર્વે ગ્રાહક મિત્રોએ નોંધ લેવા નાયબ ઈજનેર પીજીવીસીએલ મોરબી શહેર-૧એ જણાવ્યું છે.