મોરબી : માળિયા (મિયાણા) તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલાવ્યું છે. તાલુકા પંચાયતની નવાગામ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમરભાઈ જેડાની જીત થઈ છે. આ સાથે જ માળિયા (મિયાણા) તાલુકા પંચાયતમાં આપ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. જ્યારે ભાજપના રમેશભાઈ વીરડા અને કોંગ્રેસના ધીરુભાઈ કાનગડની હાર થઈ છે.