Sunday - Aug 16, 2026

મોરબી નજીક હિટ એન્ડ રનમાં બાઈક ચાલક યુવકનું કરુણ મોત

મોરબી નજીક હિટ એન્ડ રનમાં બાઈક ચાલક યુવકનું કરુણ મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.26ના રોજ રાત્રીના સમયે શૈલેષ કાંટા નજીક જીજે 36 એએન 4197 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ધ્રુવ રાજેશભાઇ વડેચા રહે.વજેપર, મોરબી વાળાને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા ધ્રુવનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના માતા મધુબેન રાજેશભાઇ વડેચા રહે.વજેપર મૂળ રહે.નવા દેવળીયા તા.હળવદ વાળાઓએ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.