Tuesday - Apr 28, 2026

ઢુંવા - માટેલ રોડ પર અજાણી વ્યક્તિ રહસ્યમય સંજોગોમાં બળેલી હાલતમાં લાશ મળી

ઢુંવા - માટેલ રોડ પર અજાણી વ્યક્તિ રહસ્યમય સંજોગોમાં બળેલી હાલતમાં લાશ મળી

હત્યાની આશંકા વચ્ચે ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં જ બનાવનું સાચું કારણ બહાર આવશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા - માટેલ રોડ પર ગઈકાલે સવારના સમયે રેસી સિરામિક નામના કારખાના નજીક ખુલ્લા પટ્ટમાંથી અજાણી વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતક વ્યક્તિની ઓળખ મેળવવાની સાથે બનાવ હત્યાનો છે કે, આત્મહત્યાનો તે દિશામાં તપાસ શરૂ કરી છે અને હત્યાની આશંકા વચ્ચે ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં જ બનાવનું સાચું કારણ બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.