મોરબી : મોરબી તાલુકા પંચાયતની જેતપર બેઠક પર આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. મતગણતરી દરમિયાન ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. જો કે મતગણતરીના અંતે ભાજપે બાજી મારી લીધી હતી. ભાજપના ઉમેદવાર કૈલાશબેન મહેશભાઈ કાલરીયાનો વિજય થયો હતો. જેતપર બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કૈલાશબેન કાલરીયાને 2097 મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના જીજ્ઞાસાબેન વરસડાને 2059 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર 38 મતે વિજેતા થયા હતા.