મોરબી : માળીયા મિયાણા શહેરમાં બાપદાદાની મિલકત પ્રશ્ને એક જ ફળિયામાં રહેતા અગાઉ બે સગાભાઈઓ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો વકરતા ગત તા.22ના રોજ રાત્રીના સમયે બન્ને ભાઈઓના પરિવાર સામસામે આવી જતા છુટા હાથની મારામારી થઈ હતી.પારિવારિક ઝઘડાના આ બનાવના ફરિયાદી અકબરભાઈ સુમારભાઈ મોવર ઉ.45 નામના યુવકે આરોપી હૈદર સુમારભાઈ મોવર, ઇરફાન હૈદરભાઈ મોવર, નૂરબાનું ઇરફાનભાઈ મોવર,સાયના હૈદરભાઈ મોવર અને રહીમાં હૈદરભાઈ મોવર રહે.તમામ નવા બસસ્ટેન્ડ પાસે, માળીયા મિયાણા વિરુદ્ધ ઝપાઝપી કરી ફરિયાદી અકબરભાઈ તેમના પત્ની અને બન્ને દીકરી નાઝ તેમજ હવાબેનને માર મારી આંગળીમાં બટકું ભરી લેતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.