Tuesday - Apr 28, 2026

મોરબીમાં ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ બગથળા બેઠકથી જીતથી ખાતું ખોલાવ્યું

મોરબીમાં ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ બગથળા બેઠકથી જીતથી ખાતું ખોલાવ્યું

મોરબી : મોરબી તાલુકા પંચાયતની બગથળા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ નારણભાઈ બાવરવા વિજયી બન્યા છે. જ્યારે ભાજપ અને આપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ બાવરવાને 2362 મત મળ્યા છે. જ્યારે ભાજપના હરેશભાઈ કાંજીયાને 2148 અને આમ આદમી પાર્ટીના ભુદરભાઈ સાણંદિયાને 499 મત મળ્યા છે.