મોરબી : આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠકનું પરિણામ જાહેર થયું છે. આમરણ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ત્રિભોવનભાઈ કાસુન્દ્રાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ અને આપને હારનો સામનો કરવો પડ્યો છે.
મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપના રાજેશભાઈ કાસુન્દ્રાને 2245 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અંબારામભાઈ કાસુન્દ્રાને 2210 અને આપના ઈસ્માઈલભાઈ અબુમિયાને 124 મત મળ્યા છે. આમ ભાજપના રાજેશભાઈને 35 મતે વિજય થયો છે.