મોરબીમાં માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા દ્વારા 6 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જેમાં ભુખ્યાજનોને અન્ન અને કપડાં સહિતની સામગ્રી પહોંચડાવામાં આવે છે. લોકો પાસેથી પ્રસંગોમાં વધેલું ભોજન અને કપડાં એકત્રિત કરી જરૂરિયાતમંદો આપવામાં આવે છે.
મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં ગૌ સેવાના નામે 2018થી જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીમાં કોઈપણ પ્રસંગમાં વધેલું જમવાનું સાથે ઘરે ઘરે જઇને ન જોઈતા કપડાં, બુટ ચપ્પલ, પૂસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સાથે છેલ્લા 9 મહિનાથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાતાના સહયોગથી સાંજે વિનામૂલ્યે કઢી ખીચડી જમાડવામાં આવે છે. દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સયહોગથી આખો શ્રIવણ મહિનો મોરબીની સિવિલ હોસ્પિટલમાં બપોરે ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમકે બાસુંદી, ટોપરા, પાક ,ગુલાબપાક ,દૂધીનો હલવો, ગુલાબજાંબુ , શિખંડ બ્રિજ લાડુ વગેરે વાનગીઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવા માં આવ્યા હતા. દરમિયાન આજે સિવિલ હોસ્પિટલમાં રાજગરiની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં વિરબાઈ માં ગ્રુપના બહેનો જયશ્રીબેન વાઘેલા, મીરાબેન ગૌસ્વામી, ભાનુબેન મજેડીયા, સરલાબેન રાચ્છ, જસવંતીબેન સોનગરા મીરા દવે, ભૂમિ કક્કડ, અલપાબેન કક્કડ જોડાયને આજની રસોઈ બનાવીને સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા.