Friday - Jul 24, 2026

મોરબીમાં 67 ખાણીપીણીના ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી : વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ગ્રેવી, ફૂગવાળું કોબીજનો નાશ

મોરબીમાં  67 ખાણીપીણીના ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી : વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ગ્રેવી, ફૂગવાળું કોબીજનો નાશ

ફૂડ શાખાની સઘન તપાસમાં 28 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ; લાયસન્સ વિના અને ગંદકી વચ્ચે ધમધમતી દુકાનોને નોટિસ

મોરબી : મોરબી શહેરમા ચટાકેદાર શુદ્ધ ખોરાકનો દાવો કરતા વિવિધ ખાણીપીણીના એકમો ખરેખર લોકોને ભેળસેળ વગર કે વાસીને બદલે એકદમ હેલ્ધી આહાર જ  આપે છે કે કેમ કે શુદ્ધતાના નામે જન આરોગ્ય સાથે ચેડાં કરે છે તેની સત્યતા ચકાસીને કડક કાર્યવાહી કરવા આજે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના બજાર સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલી ખાણીપીણી અને ફરસાણની કુલ 67 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આ મોટાભાગના ખાણીપીણીના એકમોમાં શુદ્ધ ખોરાકના દાવાની પોલ ખુલી ગઈ હતી અને જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરાતા હોવાનું સામે આવ્યું હતું.

મોરબીમાં  67 ખાણીપીણીના ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી : વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ગ્રેવી, ફૂગવાળું કોબીજનો નાશ

ફૂડ શાખાની ટીમે નવલખી રોડ, જેલ રોડ, વાવડી રોડ, શક્તિચોક તેમજ મોરબી-વાંકાનેર હાઇવે વિસ્તારમાં આવેલી ખાણીપીણીની પેઢીઓમાં વાસી ખાદ્યપદાર્થો ગ્રાહકોને પીરસવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું હતું. પશુપતિ નાથ ચાઈનીઝમાંથી વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ફૂડ કલર અને ફૂગ લાગેલું કોબીજ, મોમાઈ ફાસ્ટફૂડમાંથી વાસી મંચુરિયન, ભાત, લોટ, ગ્રેવી તથા ફૂગવાળી બ્રેડ, જેલ રોડ પર આવેલી ભગવતી ફરસાણમાંથી વાસી રસગુલ્લાના પેકેટ મળી આવતા આ વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી કુલ 28 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.તેમજ ફૂડ લાયસન્સ વિના ધંધો ચલાવતી તેમજ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં કામગીરી કરતી પેઢીઓને નોટિસ ફટકારી નિયમનો ચુસ્તપણે અમલ કરવાની કડક સૂચના આપી હતી.

મોરબીમાં  67 ખાણીપીણીના ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી : વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ગ્રેવી, ફૂગવાળું કોબીજનો નાશ

ત્રણ પેઢીઓમાંથી શું-શું મળ્યું?

પશુપતિ નાથ ચાઈનીઝ (નવલખી રોડ)માં 3 કિલો વાસી નૂડલ્સ, 5 કિલો મંચુરિયન, 2 કિલો વાસી ભાત, 10 કિલો ફૂગવાળું કોબીજ અને ફૂડ કલર.

મોમાઈ ફાસ્ટફૂડ (વાવડી રોડ)માં 4 કિલો મંચુરિયન, 2 કિલો વાસી ભાત, 1 કિલો વાસી લોટ, 1 કિલો ગ્રેવી અને ફૂગવાળી બ્રેડ.

ભગવતી ફરસાણ (જેલ રોડ)માં 3 પેકેટ વાસી રસગુલ્લા

ખાણીપીણીની પેઢીઓ માટે ફૂડ શાખાની ચેતવણી

વાસી કે અખાદ્ય ખાદ્યપદાર્થોનો ઉપયોગ કે વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી થશે.

ફૂડ સેફ્ટી લાયસન્સ વિના ધંધો ચલાવનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
ખાદ્યપદાર્થોના સંગ્રહમાં સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન ફરજિયાત રાખવું પડશે.

રસોડા અને વેચાણ સ્થળે અનહાઇજેનિક સ્થિતિ જોવા મળશે તો નોટિસ બાદ દંડાત્મક અને કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે.

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ ચાલુ રહેશે.

મોરબીમાં  67 ખાણીપીણીના ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી : વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ગ્રેવી, ફૂગવાળું કોબીજનો નાશ