Friday - Oct 02, 2026

મોરબીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર બોની પાર્કમાં ધનજીભાઈ શેરસિયાના મકાનમાં ભાડેથી રહેતા દિશાબેન નરેશભાઈ વિંઝુડા ઉ.વ.21 નામની યુવતીએ પોતાના ઘેર રૂમમાં કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.