હળવદ: હળવદની તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નીમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં, ક્વિઝ, વક્તૃત્વ, ચાર્ટ મેકિંગ અને મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ
“ રામજીદાદાની નિશાળ “ હેઠળ હળવદના નિવૃત કેળવણી નિરીક્ષક રામજીભાઈ જાકાસણિયાએ જીરો બજેટ થીમ મુજબ વિવિધ પ્રયોગો કરાવ્યા હતા,
વિજ્ઞાન ગુર્જરી- સુરેન્દ્રનગર દ્વારા આયોજિત હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ડો.સી. વી. રામન્ અને તેમણે કરેલ શોધ “ રામન ઈફેક્ટ “ વિશે વકતૃત્વ સ્પર્ધા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે જરુરી વિજ્ઞાનના વિવિધ મોડેલ અને ચાર્ટ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ હતી, આ પ્રયોગોમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં અને આસપાસના વેસ્ટમાંથી બેસ્ટ થીમ હેઠળ ઝીરો બજેટમાં પ્રયોગો કર્યા હતા તેથી વિજ્ઞાન ગુર્જરી ના સંયોજક આરતીબેન દવેએ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના વિજેતા થયેલા વિદ્યાર્થીઓ 1.વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ લખતરિયા ભૂમિ, 2 દ્વિત્ય શિહોરા ઉર્વી, ૩. ચાર્ટ મેકિંગ પ્રથમ વણોદિયા સ્મિત/અમૃતિયા ધરમ, 4.દ્વિત્ય દુધરેજીયા ગોપી/કાચરોલા હેત્વી/સોલંકી તમન્ના,5.મોડેલ મેકિંગ પ્રથમ રાઠોડ ભવ્ય/ડાભી સુમિત/રાઠોડ તરુણ, 6.દ્વિત્ય એરવાડિયા યુગ આ બધા વિદ્યાર્તીઓએ શાળા અને પરિવારનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું હતું,