Thursday - Jul 02, 2026

મહેન્દ્રનગર ખાતે ૭મી માર્ચે 'વિરાટ હિન્દુ સંમેલન'નું ભવ્ય આયોજન.

મહેન્દ્રનગર ખાતે ૭મી માર્ચે 'વિરાટ હિન્દુ સંમેલન'નું ભવ્ય આયોજન.

મોરબી: હિન્દુ સંમેલન સમિતિ - મહેન્દ્રનગર મંડળ દ્વારા રાષ્ટ્રભક્તિના ભાવને સુદ્રઢ કરવા અને હિન્દુ સમાજમાં નવી ચેતનાના સંચાર અર્થે આગામી તારીખ ૦૭ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી રામધન આશ્રમ, મહેન્દ્રનગર ખાતે એક ભવ્ય 'વિરાટ હિન્દુ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે.

​આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સરસ્વતી નિકેતન આશ્રમના પુજ્ય સંતશ્રી ભાણદેવજી તથા રામધન આશ્રમના પુજ્ય ભાવેશ્વરી માતાજીના આશીર્વચન પ્રાપ્ત થશે. જ્યારે મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત RSSના સહ કાર્યવાહ શ્રી દેવેન્દ્રભાઈ દવે વિશેષ માર્ગદર્શન આપશે. આ સંમેલનનો મુખ્ય હેતુ 'પંચ પરિવર્તન' (સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન અને સ્વદેશ ભાવ જાગરણ) વિશે જાગૃતિ લાવવાનો છે.

​આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આ સંગઠિત મિલનમાં સહપરિવાર અને મિત્રમંડળ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મહેન્દ્રનગર ખાતે ૭મી માર્ચે 'વિરાટ હિન્દુ સંમેલન'નું ભવ્ય આયોજન.