Saturday - Jul 04, 2026

મોરબીમાં કાલે રવિવારે વિવિધ નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે

મોરબીમાં કાલે રવિવારે વિવિધ નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યૂ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે તા. 7-9-2025 ને રવિવારે સવારે 8 થી બપોરના 12 કલાક સુધી વિવિધ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.


જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા તથા લોટ મળશે, આ સાથે જ ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે 10 જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી અને ઓર્ગેનિક શાકભાજીનું રાહતદરે વેચાણ કરવામાં આવશે.

આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે યાદીમાં જણાવ્યું છે કે, આ વેચાણ કેન્દ્રનો સૌને લાભ લેવા તેમજ નિરોગી રહીએ, પ્રકૃતિ તરફ વળીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ તે સંદર્ભે ઘરેથી કાપડની થેલી સાથે લાવવા અપીલ કરાઈ છે.