મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ અને વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા તાજેતરમાં સોઓરડી વિસ્તારમાં આવેલી વરિયા પ્રજાપતિ બોર્ડિંગ ખાતે સમાજના વિદ્યાર્થીઓના હાલ ચાલી રહેલા વેકેશનનો સદ ઉપયોગ કરવાના હેતુસર અનેકવિધ ક્રિએટીવ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાનદાર દેખાવ કરનાર સમાજના તેજસ્વીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના 5 વર્ષના બાળકોથી લઈને 35 વર્ષ સુધીના યુવક યુવતિઓ અને મહિલાઓ માટે ચિત્ર, મહેંદી, સુલેખન, વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ સ્પર્ધાકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કૃતિઓ રજુ કરી હતી આ સ્પર્ધામાં મોરબીના તટસ્થ નિર્ણાયકો નીરવભાઈ માનસેતા, જનાર્દનભાઈ દવે, કમલેશભાઈ પ્રજાપતિ, મયુરીબેન કોટેચા, સોનલબેન શાહ, દેવાંશીબેન પરમાર, મુક્તાબેન પટેલ સેવા આપેલ સ્પર્ધામાં ભાગ લીધેલા તમામ સ્પર્ધાકોને વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી અને વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામો આપીને સન્માનિત કરાયા હતા.