મોરબી : મોરબીમાં તા. 30/12/2025 ને મંગળવારના રોજ વરિયા મંદિરના વીરદાસબાપુની (21) એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન વરિયા માતાજીનું મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સવારે 08:30 કલાકે પંચકુંડી વૈદિક યજ્ઞ સાથે દિવસનો શુભારંભ થશે. ત્યારબાદ બપોરે 02:30 કલાકે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે. સાંજે 04:00 કલાકે બટુક ભોજન તેમજ સાંજે 04:30 કલાકે ગોકુળના બાલ હનુમાન તથા વરીયા મહિલા મંડળ દ્વારા ધૂન કરવામાં આવશે, આ ઉપરાંત સાંજે 05:45 કલાકે મહાઆરતી કરવામાં આવશે, ત્યારે મહાઆરતીમાં ભાગ લેવા ઈચ્છુક દરેક ધર્મપ્રેમીએ પોતાના ઘરેથી આરતી સાથે હાજર રહેવા જણાવાયુ છે.
આ ધાર્મિક વિધિઓના સમાપન બાદ સાંજે 06:30 થી 08:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 09:30 કલાકે ભજન તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતવાણી આરાધક તરીકે ભગવાનજીભાઈ બોરીચા, નટુભાઈ પ્રજાપતિ, શંકરભાઈ પ્રજાપતિ (ભજનીક) તેમજ અક્ષય પ્રજાપતિ (લોકસાહિત્યકાર) ઉપસ્થિત રહેશે, જ્યારે સાજીંદાઓમાં તબલા વાદક તરીકે દિનેશ પરમાર એન્ડ ગ્રુપ તેમજ બેન્જો વાદક મેહુલ મકવાણા સામેલ થશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરૂ મેહુલદાસ બાપુ (હડમતીયા) તથા યોગી જયરાજનાથજી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
આ સમસ્ત ધાર્મિક મહોત્સવના નિમંત્રક તરીકે ઠાકર ભજન મંડળ, જય ગુરુદેવ ગ્રુપ, વરિયા મહિલા ધૂન મંડળ મોરબી-2 તેમજ સમસ્ત સુજ્ઞ જ્ઞાતિજનો દ્વારા આ ધાર્મિક પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.