વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કલર ગ્રેનાઈટો સિરામિક ફેકટરીમાં કામ કરતા સાનિયા મદનભાઈ સિંઘ ઉ.વ.21 નામનો યુવક નાઈટ ડ્યુટી કરી લેબર કવાટર્સમાં પરત આવ્યા બાદ તેમના ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભુલી ગયા હોવાથી મનમાં હાડોહાડ લાગી આવ્યું હતું અને રિસાઈને રૂમમાં પુરાઈ જઇ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.