મોરબી: ખાખરાળા, તા. 23 જૂન 2026 ખાખરાળા તાલુકા શાળા ખાતે મંગળવારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રંગેચંગે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી જલ્પાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સીટી મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી, સી.આર.સી.કો. દુષ્યંતભાઈ મારવાણીયા, નવયુગ સ્કૂલના ઓનર પી.ડી. કાંજીયા, ખાખરાળાના સરપંચ નાગદાનભાઈ, તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ, તલાટી મંત્રી સંતોકબેન તથા એસ.એમ.સી.અધ્યક્ષ લીલાધરભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની ઝલક:
મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
નવયુગ વિધાલયના પી.ડી. કાંજીયા સાહેબ તરફથી બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા, કાર્યક્રમના અંતે તમામ બાળકોને ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો.
મહેમાનોનું શાબ્દિક સ્વાગત
શાળાના શિક્ષક જોષી સાહેબે દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી. અંતમાં શાળાના આચાર્ય મનીષભાઈ કૈલાએ સૌનો આભાર માન્યો હતો.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમથી ગ્રામજનોમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.