મોરબી : વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા કે ચોરાયેલા 19 મોબાઈલ, મોટરસાઇકલ અને સાયબર ફ્રોડના નાણાં સહિત રૂ. 6,40,890 ની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢી પરત સોંપવામા આવ્યો છે.
વાંકાનેર વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વર્કઆઉટ કરીને આશરે રૂ. 3,47,500 ની કિંમતના કુલ 19 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત ભુલથી બદલાઈ ગયેલ રૂ. 30,000 ની કિંમતનું મોટરસાઇકલ તેમજ સાયબર ફ્રોડમાં ફસાઈને ગુમાવેલી રૂ. 2,59,390 ની રોકડ રકમ પણ સફળતાપૂર્વક પરત મેળવવામાં આવી છે. આમ, કુલ રૂ. 6,40,890 ની કિંમતનો મુદામાલ એકસાથે મૂળ અરજદારોને પરત આપીને "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે સૂત્ર વાંકાનેર સિટી પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે.