Saturday - Jul 04, 2026

મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ટંકારામાં 3 મોરબીમાં પોણા ત્રણ ઇંચ અને માળિયામાં અઢી ઇંચ વરસાદ

મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ટંકારામાં 3 મોરબીમાં પોણા ત્રણ ઇંચ અને માળિયામાં અઢી ઇંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 6 સપ્ટેમ્બરે સવારથી જ મોરબી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સર્વત્ર જિલ્લામાં ધીમીધારે વરસેલા વરસાદથી ખેતરોમાં જાણે સોનુ વરસ્યું હોય તેમ ખેડૂતો માની રહ્યા છે. મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સારો વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં પડ્યો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકમાં ટંકારા તાલુકામાં 73 મીમી એટલે કે આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી તાલુકામાં 65 મીમી એટલે કે આશરે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માળિયા તાલુકામાં પણ 58 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ તાલુકામાં 52 મીમી અને વાંકાનેર તાલુકામાં 34 મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાક એટલે ગઈકાલ સવારે 6 થી આજે સવારે 6 કલાક દરમિયાન ટંકારામાં 73 mm, મોરબીમાં 65 mm, માળિયામાં 58 mm, હળવદમાં 52 mm, વાંકાનેરમાં 34 mm વરસાદ પડ્યો હતો અને હજુ ધીમીધારે મેઘમહેર ચાલુ છે.