Saturday - Jul 04, 2026

વાંકાનેરના ચંદ્રપુર નજીક સ્કૂટર સ્લીપ થઈ જવાથી યુવાનનું કરુણ મોત

વાંકાનેરના ચંદ્રપુર નજીક સ્કૂટર સ્લીપ થઈ જવાથી યુવાનનું કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળાની ધાર ગામે રહેતા અહેમદશા જહાંગીરશા રાઠોડ ઉ.વ. 21 નામનો યુવાન સ્કૂટર લઈને જતો હતો ત્યારે ચંદ્રપુર નજીક અંજની પ્લાઝા સામે સ્કૂટર સ્લીપ થઈ જતા કપાળના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.