મોરબી : મોરબીમાં યુવતીએ સગપણ તૂટી જવાથી ગળેટૂંપો ખાધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી શહેરમાં નાની બજાર વિસ્તારમાં આવેલ મોટી માધાણી શેરીમાં રહેતી રિયાબેન અભિજીતભાઈ ભટ્ટ ઉ.22 નામની યુવતીએ પોતાનું સગપણ સગાઈ તૂટી જવાથી મનોમન લાગી આવતા પોતાના ઘેર પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. યુવતીએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.