વાંકાનેર તાલુકાના લુણસરિયાથી બોકડથંભા વચ્ચે ગઈકાલે બપોરના સમયે અંદાજે 25થી 30 વર્ષનો યુવાન માલગાડીની હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લુણસરિયા રેલવે સ્ટેશનના અધિકારી વિશાલભાઈ વિનોદભાઈ શેખે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.
અન્ય બનાવમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા કૌશલભાઈ બટુકચન્દ્ર બજાણી ઉ.24 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.