મોરબી : ભાજપ દ્વારા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા- પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ, મોરબી રાજકોટ હાઈવે, વિરપર ખાતે યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડી એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્નેહ મિલન કાર્યક્રમ પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ રાજકોટ, ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ, મોહનભાઇ કુંડારીયા, પૂર્વ સાંસદ રાજકોટ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,, જિલ્લા પંચાયત હંસાબેન પારધી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા,પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા
જયંતિ ભાઈ જેરાજ ભાઈ પટેલ સહિત તમામ સંગઠનનાં હોદેદારો , પદાધિકારીઓ અને તમામ વહાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપેલ હતી. અને ભાજપના નેતાઓએ કાર્યકરોને એક્ઝુટ થઈને પક્ષ અને પક્ષથી દેશને મજબૂત બનાવવા માટે યોગદાન અપવની હાકલ કરી હતી.