Wednesday - Aug 19, 2026

મોરબીમાં ભત્રીજીને હેરાન કરવાની ના પાડતા કાકાને કુહાડી બતાવી ધમકી

મોરબીમાં ભત્રીજીને હેરાન કરવાની ના પાડતા કાકાને કુહાડી બતાવી ધમકી


મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં રહેતા ગેરેજ સંચાલક ફરિયાદી નવીનભાઈ વિનોદભાઈ મકવાણાની ભત્રીજીને આરોપી ધવલ પરમાર અને ગૌતમ પરમાર હેરાન કરતા હોવાથી ભત્રીજીને હેરાન નહિ કરવાનું કહેતા રોષે ભરાયેલા આરોપીઓએ ફોન પર ધમકી આપી કુહાડી બતાવી માર મારવાની ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.