Saturday - May 09, 2026

મોરબીમાં માત્ર 200 રૂપિયા ઉછીના આપવાની ના પાડતા કાકા - ભત્રીજાને છરી ઝીકી

મોરબીમાં માત્ર 200 રૂપિયા ઉછીના આપવાની ના પાડતા કાકા - ભત્રીજાને છરી ઝીકી

મોરબી : મોરબીના વાવડી રોડ પર કપિલા હનુમાનજી મંદિર પાસે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે રૂ.200 ઉછીના આપવા જેવી નજીવી બાબતે એક શખ્સે છરી વડે હુમલો કરી કાકા - ભત્રીજાને લોહીલુહાણ કરી નાખતા હીંચકારા હુમલાની ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના મહેન્દ્રપરામાં રહેતા અને ચાની લારી ધરાવતા યુસુફશા કરીમશા શાહમદાર ઉ.53એ આરોપી આફતાબ ઉર્ફે ભુરો જુસબભાઈ જુણેજા રહે.ખ્વાજા પેલેસ, લાતીપ્લોટ, મોરબી વાળાએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી યુસુફશા પોતાના ભત્રીજા જાવીદ સાથે કપિલા હનુમાનજી મંદિર પાસે બાંકડે બેઠા હતા ત્યારે આરોપી આફતાબ ત્યાં આવ્યો હતો અને 200 રૂપિયા ઉછીના આપવાનું કહેતા ફરિયાદીએ પૈસા ન આપતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તેમજ ભત્રીજા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.