વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર વાંકાનેર શહેરના જકાતનાકા પાસે ગત તા.5ના રોજ બપોરના સમયે આરોપી દિપક કોળી રહે.પેડક સોસાયટી વાળાએ ફરિયાદી ફિરોઝભાઈ મુસાભાઈ માજોઠી રહે.સીટી સ્ટેશન રોડ વાંકાનેરને રીક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે બોલાચાલી કરી ગાળો આપી લોખંડના પાઇપ વડે માર મારતા હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.