Friday - Jun 26, 2026

માળીયામાં જન્મમરણ કામગીરી તાત્કાલિક શરૂ કરવા 15 દી' નું અલ્ટીમેટમ

માળીયામાં જન્મમરણ કામગીરી તાત્કાલિક શરૂ કરવા 15 દી' નું અલ્ટીમેટમ

1200 જેટલી અરજીઓ પેન્ડિગ હોવાથી લોકોને વારંવાર ધક્કે પે ધક્કા

મોરબી : માળીયા મીયાણા નગરપાલિકા ખાતે જન્મ–મરણ પુનઃગઠન કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી માળિયા શહેર ટીમ તરફથી 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.1200 જેટલી અરજીઓ પેન્ડિગ હોવાથી લોકોને વારંવાર ધક્કે પે ધક્કા થતા હોવાથી આ કામગીરી શરૂ ન થાય તો જન આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

આમ આદમી પાર્ટી માળિયા શહેર ટીમ દ્વારા માળીયા મીયાણા નગરપાલિકા કચેરી ખાતે જન્મ અને મરણ પુનઃગઠન કામગીરી તાત્કાલિક શરૂ કરવા અંગે રજૂઆત સાથે અલ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતી.આ ટીમ દ્વારા જણાવાયું હતું કે, લાંબા સમયથી અંદાજે 1200 જેટલી અરજીઓ પેડિંગ છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના જણાવ્યા મુજબ, જો આગામી 15 દિવસમાં કામગીરી પુનઃ શરૂ નહિ થાય તો લોકહિતમાં લોકશાહી માર્ગે કડક પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને જરૂરી પ્રમાણપત્રો સમયસર ન મળતા રોજિંદા કામકાજમાં ભારે વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે, જેને તરત દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર નગરપાલિકા અધિકારીઓને આપવામાં આવ્યું છે. જેમાં જનહિતના મુદ્દે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી અને નાગરિકોની યોગ્ય સેવાઓ સમયસર મળવી તે તેમની પ્રાથમિકતા છે અને આ મામલે ધરણા, શાંતિપૂર્ણ જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

માળીયામાં જન્મમરણ કામગીરી તાત્કાલિક શરૂ કરવા 15 દી' નું અલ્ટીમેટમ