Friday - Jun 26, 2026

મોરબીના ખાખરાળાના પ્રાણજીવનભાઇ બાબુલાલ પૈજાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ’.

મોરબીના ખાખરાળાના પ્રાણજીવનભાઇ બાબુલાલ પૈજાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ’.

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શિક્ષણ અને લોકકલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સન્માન.

મોરબી: મોરબી જિલ્લાના ખાખરાળા ગામના વતની અને શિક્ષણ તેમજ લોકકલા ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજાને ગાંધીનગરના ડૉ. આંબેડકર ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા છે. આ ગૌરવવંતું સન્માન તેમને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
​અત્રે ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત જીવનમાં પણ પ્રાણજીવનભાઈ સતત પ્રવૃત્તિમય રહ્યા છે. તેમણે શિક્ષણ અને લોકકલાના માધ્યમથી સમાજસેવાનું બીડું ઝડપ્યું છે.

મોરબીના ખાખરાળાના પ્રાણજીવનભાઇ બાબુલાલ પૈજાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ’.

આપણી ભવ્ય લોકકલાને તેમણે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ફલક પર ગુંજતી કરી છે.​ભૂતકાળમાં અનેક એવોર્ડ મેળવી ચૂકેલા પ્રાણજીવનભાઈની યશકલગીમાં આ એવોર્ડ મળતા વધુ એક પીંછું ઉમેરાયું છે. ખાખરાળા ગામના વતનીને રાજ્યકક્ષાએ સન્માન મળતા સમગ્ર મોરબી જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.