Saturday - Jun 27, 2026

મોરબીના એડવોકેટ મિતેશ દવેને રાજ્ય કક્ષાના ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-૨૦૨૫’ એનાયત

મોરબીના એડવોકેટ મિતેશ દવેને રાજ્ય કક્ષાના ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-૨૦૨૫’ એનાયત

‘હેરિટેજ કન્ઝર્વેટર’ કેટેગરીમાં મોરબીનું પ્રતિનિધિત્વ કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એવોર્ડ સ્વીકાર્યો.

​મોરબી: ગુજરાતના સાંસ્કૃતિક અને પર્યાવરણીય વારસાના જતન અને સંવર્ધન માટે અવિરત કાર્યરત રહેલા વ્યક્તિત્વને બિરદાવવા માટે હાલમાં જ એક ભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મિતેશ દિલીપકુમાર દવેને પ્રતિષ્ઠિત ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-૨૦૨૫’થી નવાજવામાં આવ્યા છે.

મોરબીના એડવોકેટ મિતેશ દવેને રાજ્ય કક્ષાના ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-૨૦૨૫’ એનાયત

મિતેશ દવેને આ સન્માન ‘હેરિટેજ કન્ઝર્વેટર’ (વારસાના રક્ષક) કેટેગરીમાં એનાયત કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા ૭૯ જેટલા પ્રેરણાદાયી મહાનુભાવો વચ્ચે ઊભા રહીને તેમણે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના એડવોકેટ મિતેશ દવેને રાજ્ય કક્ષાના ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-૨૦૨૫’ એનાયત

​આ ગૌરવવંતા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડિરેક્ટર રામભાઈ સવાણી, અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર અને સુપ્રસિદ્ધ નાટ્ય કલાકાર અન્નપૂર્ણાબેન શુક્લ જેવા દિગ્ગજ મહાનુભાવોએ હાજરી આપી હતી.

મોરબીના એડવોકેટ મિતેશ દવેને રાજ્ય કક્ષાના ‘અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-૨૦૨૫’ એનાયત