મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ખેવરિયા ગામના ઝાપા પાસેથી પસાર થતી જીજે - 10 - સીજી - 7441 નંબરની ક્રેટા કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલ આરોપી રમઝાન કરીમભાઈ નોટિયાર અને આરોપી ઉસ્માન ઉમરભાઈ મુલ્લા રહે.બન્ને વીસીપરા મોરબી વાળાના કબ્જામાંથી 140 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 28 હજાર મળી આવતા પોલીસે 5 લાખની કાર સહિત 5.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો આરોપી ઇરફાન બાબાભાઈ જેડા રહે.માળીયા મિયાણા વાળા પાસેથી મેળવી વીસીપરામાં રહેતી મહિલા આરોપી નિમુબેન રમેશભાઈ કોળીને આપવાનો હોવાનું આરોપીઓએ કબુલતા ચારેય વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.