Sunday - May 03, 2026

મોરબીમાં અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે, એક ફરાર

મોરબીમાં અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે, એક ફરાર

મોરબી : મોરબી શહેરમાં સીટી એ ડીવીઝન અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં મહેન્દ્રનગર ચોકડી અને લીલાપર રવાપર રોડ નજીકથી બે શખ્સોને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધા હતા.એક કિસ્સામાં વિદેશી દારૂની બોટલ આપનાર એક શખ્સનું નામ ખુલ્યું હતું.

સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર રવાપર રોડ ઉપર સુદર્શન સોસાયટીમાં આવેલ રાજક્રિષ્ના દુકાનમાં દરોડો પાડી આરોપી મયુરભાઈ મોહનભાઇ પરમાર રહે.તેજાણીની વાડી, બોનીપાર્ક પાછળ વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2 હજાર કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા વિદેશી દારૂની આ બોટલ આરોપી ભાવેશ ફેફર રહે.મોરબી વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મમુભાઈ અખિયાણી રહે.સિરામિક સીટી વાળાને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.