વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તીથવા ગામે સિપાઈ શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ગોપીભાઈ ગોરધનભાઈ મકવાણા, રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા, અર્જુનભાઈ રઘુભાઈ અઘારા, દિપકભાઈ રણછોડભાઈ ભવાણીયા અને જગદીશભાઈ પ્રવિણભાઈ સીતાપરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 18,470 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.