મોરબી : માળીયા મિયાણા શહેરના રેલવે ફાટકથી ગુલાબડી વિસ્તારમાં જવાના રસ્તા પરથી સ્થાનિક પોલીસે બાતમીને આધારે જુના હંજીયાસર ગામના રહેવાસી આરોપી સદામભાઈ કાસમભાઈ ભટ્ટી ઉ.32 નામના શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.