Wednesday - Nov 05, 2025

મોરબી જિલ્લામાં અલગ અલગ બનાવમાં ચારના અપમૃત્યુ

મોરબી જિલ્લામાં અલગ અલગ બનાવમાં ચારના અપમૃત્યુ

માળિયાના વધારવા નજીક કેનાલમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવ બન્યા હતા. જેમાં મોરબીના બીમારી સબબ યુવાનનું, માળીયા મિયાણામાં કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું, ટંકારામાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે હળવદમાં માથાના દુખાવો ઉપડયા બાદ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રથમ બનાવના મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સુરેશભાઈ છગનભાઇ બજાણીયા ઉ.42 નામનો યુવાન છ સાત દિવસથી બીમાર હોય ભૂખ્યા પેટે દવા લીધા બાદ જમતો ન હોય ઊલટીઓ થતા મોરબી સિવિલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં માળીયા મિયાણાના વાધરવા ગામની સીમમાં કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવકો પૈકી રાજસ્થાનના વતની સુરપાલસિંગ વિરસિંગ તનવર ઉ.22 ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો હતો.

ત્રીજા બનાવમાં ટંકારાના લક્ષ્મીનગરમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા વિજયભાઈ સવજીભાઈ પાટડીયા ઉ.30 નામના યુવાને પોતાના રૂમમાં દરવાજા અંદરથી બંધ કરી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઉપરાંત ચોથા બનાવમા હળવદમાં સરા ચોકડી પાસે વસંતપાર્કમા રહેતા દિયાબેન જીજ્ઞેશભાઈ હડિયલ ઉ.21 નામની યુવતીને ગત તા.27 જુલાઈના રોજ માથામાં દુખાવા બાદ પ્રથમ હળવદ અને ત્યાર બાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.