Wednesday - Nov 05, 2025

ટંકારાને જામનગર સાથે જોડતો આજી રિવર બ્રિજ દયનીય હાલતમાં.

ટંકારાને જામનગર સાથે જોડતો આજી રિવર બ્રિજ દયનીય હાલતમાં.

તંત્રને તાકીદે પગલાં લેવા રજૂઆત

મોરબી :- ટંકારા ને જામનગર થી જોડતો બંગાવડીના પાટિયા પાસે આવેલા આજી રિવર બ્રિજ હાલ ખૂબ જ દયનીય હાલતમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ બ્રિજ ના લોખંડના સળિયા બારે આવી ગયા છે સ્થાનિક તંત્રને એન્જિનિયરોની નિરીક્ષણ ટીમે તેની મુલાકાત દરમિયાન બધું સહી સલામત હોવાનું જણાવ્યું હતું. જોકે પાટીદારના અગ્રણી મહેશ રાજકોટિયા સ્થળ પર પહોંચીને આ બ્રિજની ગંભીર હાલાત જોઈને તંત્રને તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરી છે. 
 

ટંકારાને જામનગર સાથે જોડતો આજી રિવર બ્રિજ દયનીય હાલતમાં.

વધુમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યું હતું કે આ રિવર બ્રિજ જે ટંકારા અને જામનગરને જોડતો મહત્વનો બ્રિજ છે હાલ બ્રિજનું માળખું બહુ જર્જરીત થઈ ગયું છે જેના કારણે ત્યાં ગમે ત્યાં મોટી દુર્ઘટના બની શકે છે તેમણે આક્ષેપ કર્યો કે તંત્ર અને એન્જિનિયરોએ આ બ્રિજની મુલાકાત લીધી હોવા છતાં તેમને આ બ્રિજની ખામીઓને અવગણીને બેદરકારી દાખવી છે તેમને તાકીદે આ બ્રિજનું ફરીથી નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂરી સમારકામ અને સુરક્ષાના પગલાં લેવાની માંગ તેમને તંત્રને કરી છે બીજી તરફ જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને માળીયા નજીકનો પુલ મોટા વાહનો માટે બંધ કરી ત્યાનું ટ્રાફિક ટંકારા આમરણ ડાયવટ કરી આજી રિવર બ્રિજ પરથી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો છે. આમ છતાં તંત્ર દ્વારા બ્રિજની સ્થિતિ અંગે ગંભીરતાથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે સ્થાનિક લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.