Wednesday - Nov 05, 2025

પટેલ કન્યા છાત્રાલય ખાતે આવતી રક્ષાબંધનથી પ્રાચીન ગરબા ક્લાસ શરૂ થશે.

પટેલ કન્યા છાત્રાલય ખાતે આવતી રક્ષાબંધનથી પ્રાચીન ગરબા ક્લાસ શરૂ થશે.

મોરબી:- મોરબીમાં દાંડિયા ક્લાસીસ સામે પાટીદાર સમાજે મોરચો માંડ્યા પછી અને કેટલાક ક્લાસીસમાં થતી અનૈતિક પ્રવૃત્તિઓને લઈને બે દિવસ પહેલા જાહેર સભાનું આયોજન પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ સભામાં પાટીદાર સમાજ દ્વારા જ ગરબા ક્લાસ ચાલુ કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યાર પછી આગામી તારીખ 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસથી જ પાટીદાર સમાજ પ્રાચીન ગરબા ક્લાસની શરૂઆત કન્યા છાત્રાલય ખાતે કરવા જઈ રહ્યું છે.
 

પટેલ કન્યા છાત્રાલય ખાતે આવતી રક્ષાબંધનથી પ્રાચીન ગરબા ક્લાસ શરૂ થશે.

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા પાટીદાર પ્રાચીન ગરબા ક્લાસ શરૂ થશે જે મોરબીની પટેલ કન્યા છાત્રાલય ખાતે આવતા રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે 8:30 કલાકથી આ ગરબા ક્લાસ શરૂ થશે જેમાં સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓને ગરબા શીખવાડવામાં આવશે ગરબા શીખવા માટે કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશનની જરૂર નથી જે બહેનો આ ગરબા ક્લાસમાં જોડાવા માગતા હોય તેમને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને આવવાનું કહેવામાં આવ્યું છે, આ ઉપરાંત જે દીકરીઓએ કોરિયોગ્રાફર તરીકે પોતે રહેવા માગતી હોય તેમણે બે દિવસમાં મોબાઈલ નંબર 99090 60161 ઉપર કોન્ટેક્ટ કરવા જણાવ્યું છે.