અત્યાર સુધીના 49 કેમ્પમાં કુલ 13,897 લોકોએ લાભ લીધો તેમજ 6297 લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરાયા
મોરબી : આંખની જાણીતી હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-11-2025 ને મંગળવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવારના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાઈ છે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, ગત 49 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 13,897 લોકોએ લાભ લીધો હતો તેમજ 6297 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.