Wednesday - Nov 05, 2025

મોરબીમાં રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઝડપાયો

મોરબીમાં રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઝડપાયો

મોરબી : મોરબી-કંડલા બાયપાસ રોડ જુના આર.ટી.ઓ. કચેરી પાસે રીક્ષામાં ચોરખાનુ બનાવી હેરાફેરી કરતા રીક્ષામાંથી વિદેશીનો જથ્થો નંગ-૯૬ કિં.રૂ.૧.૨૯,૬૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨,૩૯,૬૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબીની રવીરાજ ચોકડી તરફથી એક ઓટો રીક્ષા રજીસ્ટર નં.GJ-20-V-1204 વાળીમાં ચોર ખાનામાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે જે રીક્ષા રવીરાજ ચોકડી તરફથી નવલખી ફાટક તરફ આવે છે. તેવી બાતમીના આધારે મોરબી-કંડલા બાયપાસ રોડ જુના આર.ટી.ઓ. કચેરી પાસે રોડ ઉપરથી બાતમીવાળી ઓટોરીક્ષાની વોચમાં હોય તે દરમિયાન બાતમી વાળી ઓટો રીક્ષા નીકળતા રોકી પાયલોટીંગ કરનાર રીક્ષાનો પીછો કરતા તેમાં બેઠેલ બે શખ્સો નાશી છૂટ્યા હતા. બાદમાં રીક્ષા તથા તેમાંથી બે મોબાઇલ રેઢા મળી આવેલ અને બાતમીવાળી ઓટો રીક્ષા ચેક કરતા તેના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કિં.રૂ. ૧.૨૯,૬૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨,૩૯, ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુરજ રાજેશભાઈ તીવારી રહે. રાજકોટ માર્કેટીંગયાર્ડ, સરકારી કવાટર્સમાં રાજકોટ મુળ રહે.અકબુરપુર તા.જી.અયોધ્યા (યુ.પી) વાળાને ઝડપી લીધો હતો તેમજ પુછપરછ કરતા બે આરોપીઓ મુન્નો પલીત તથા શાહરૂખ રહે. બને રાજકોટવાળાનુ નામ ખુલતા ત્રણે આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.