વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર ચંદ્રપુર નજીક રાજકોટ સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી રાજકોટના રીક્ષા ચાલકને ગાંજાના 1.900 કિલોગ્રામ જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
રાજકોટ સીઆઇડી ક્રાઈમ પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર નેશનલ હાઇવે પર ચંદ્રપુર નજીક આવેલ લાઈફલાઇન હોસ્પિટલ પાસેથી આરોપી જાહિદહુસેન નૂરમામદભાઈ મકવાણા ઉ.વ.52 રહે.કૃષ્ણગર, પોપટપરા મેઈન રોડ રાજકોટ વાળાને રીક્ષા નંબર જીજે - 3 - બીયું - 3649માં 1.900 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 95 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ગાંજાનો જથ્થો ઝડપી લેવા પ્રકરણમાં સીઆઇડી ક્રાઈમ ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.