Friday - Feb 13, 2026

મોરબીની યુવતીને જયપુર સ્થિત પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબીની યુવતીને જયપુર સ્થિત પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબી : મોરબીમાં માવતર ધરાવતી સિંધી પરિવારની દીકરીને રાજસ્થાનના જયપુર ખાતે રહેતા પતિ સહિતના સાસરિયા કરિયાવર મામલે ત્રણ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં પિતાના ઘેર રહેતી ઉર્વશીબેન સુનિલભાઈ સેવકાની ઉ.વ.30 નામની પરિણીતાએ જયપુર રાજસ્થાન ખાતે રહેતા પતિ સુનિલ રાજકુમાર સેવકાની, સસરા રાજકુમાર ઇશ્વરદાસ સેવકાની, જેઠ દિલીપ રાજકુમાર સેવકાની અને જેઠાણી હિર દિલીપભાઈ સેવકાની વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તમામ અરોપીઓ લગ્નજીવન દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી કરિયાવર બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.જો કે, સમાજ રાહે સમાધાનના પ્રયાસ કરવા છતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું બંધ ન કરતા અંતે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.