Friday - Feb 13, 2026

ગોંડલની દીકરીને મોરબીના પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

ગોંડલની દીકરીને મોરબીના પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાને તેના પતિ, સાસુ અને જેઠ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા મારકૂટ કરવામાં આવતી હતી જેથી પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

મૂળ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટના રહેવાસી અને હાલમાં માવતરના ઘરે ગોંડલ ખાતે રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ.38) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીગ્નેશભાઈ મનજીભાઈ કડીવાર રહે.બધા ઋષિકેશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 502 લીલાપર કેનાલ રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના પતિ, સાસુ અને જેઠ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તેને હેરાન પરેશાન કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મેણાં ટોણાં મારીને મારકૂટ કરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ નોંધાવી છે.