મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ વરિયા પ્રજાપત કારખાનાની ઓરડીમાં સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છ.
મોરબી શહેરના લીલાપર રોડ પર પાંજરાપોળ સામે આવેલ ન્યુ વરિયા પ્રજાપત કારખાનાની ઓરડીમાં રહેતી મૂળ થાનગઢ નવાગામની વતની સંજનાબેન જીતેશભાઈ સીતાપરા ઉ.વ.16 નામની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.