Wednesday - Nov 05, 2025

હળવદના દિઘડિયા ગામે સગાઈ નકકી થયા બાદ સગપણ ન થતા સગીરાએ ફાંસો ખાધો

હળવદના દિઘડિયા ગામે સગાઈ નકકી થયા બાદ સગપણ ન થતા સગીરાએ ફાંસો ખાધો

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાની વતની સગીરાની પાંચ મહિના પૂર્વે સગાઈ નક્કી થયા બાદ સગાઈ કરવામાં ન આવતા સગીરાને મનોમન લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખેત શ્રમિક પરિવારમાં શોક છવાયો છે.

હળવદ તાલુકાના દિઘડિયા ગામની સીમમાં તરુણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના કંસારા વાવ ગામના વતની જગદીશકુમાર ફતેસિંહ નાયકની પુત્રી સરોજબેન ઉ.17ની પાંચ મહિના પૂર્વે તેમના વતનના બાજુમાં આવેલ ગામના છોકરા સાથે સગાઈ નક્કી કરવાંમાં આવી હતી. જો કે, બાદમાં સગાઈ કરેલ ન હોવાથી સરોજને લાગી આવતા ગઈકાલે સાંજના સમયે વાડીએ એકલી હતી ત્યારે વાડીની ઓરડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નિપજયુ હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.