વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરની ભાટિયા સોસાયટીના નાકા પાસેથી આરોપી સદામ અલાઉદીનભાઈ અંસારી ઉ.29 રહે.ભાટિયા સોસાયટી, મુકેશભાઈ મનુભાઈ કુમખાણીયા ઉ.40 રહે.જિનપરા, વાંકાનેર નામના બન્ને શખ્સોને રોકડા રૂપિયા 1380 તેમજ રૂ.2500 સહિત કુલ રૂપિયા 3880ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી સંજય દેવકરણભાઈ ડેડાણીયા રહે.જિનપરા વાળો હાજર નહિ મળી આવતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.